હું ઘણી વાર વિચારતો રહૂં છું કે હૂં કોઈ કામ કરી રહ્યો છું તો તેની પાછળનો હેતુ શું છે?
કેમ કે એવા કેટલાય કામ હું કર્યે રાખું છું જે મને જડ અથવા યંત્ર-વત બનાવી શકે છે. કદાચ કેટલીય વખત બન્યો પણ હોઈશ, પણ ખબર નઈ પડી હોય. (જડતા અને યંત્ર-વત ને વળી લાગણી કેવી!) માણસ હોવાની સૌથી મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તે હમેશા પરિણામની ચિંતા પેહલે કરતો હોય છે. આ કામ કરું તો શું ફાયદો થશે? પેલું કામ કરું તો શો ફાયદો થશે? અને આ જ ચિંતામાં હેતુ મરી જાય છે.
બહુ જ સરળ ઉદાહરણ થી કદાચ હું તમને મારી આ વાત સમજાવી શકીશ. આપણા માંથી મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારની પ્રાથના કે ઈબાદત એટલા માટે કરે છે તેમને જન્નત (સ્વર્ગ) જોઈએ છે. અલ્લાહ બધા જ ઈમાન વાળાઓ ને સ્વર્ગ માં સ્થાન આપે (આમીન), પણ એક પળ માટે એવું વિચારો કે તમને નમાઝ કે બીજી કોઈ પણ ઈબાદત કરવા બદલ જન્નત કે દોઝખ કશું નઈ મળે. તો?
તો ,મારું એવું માનવું છે કે લગભગ બધા જ લોકો ઈબાદત કરવાનું છોડી દેશે!!! કડવી લાગે એવી વાત છે , પણ એમાં થોડો સત્યનો અંશ રહેલો છે.
છોડી એટલા માટે દેશે કેમ કે પરિણામ તો કશું મળવાનું નથી , તો પછી નાહક ની મેહનત શા માટે કરવી?
તો શું ખરે-ખર આપણે ઈબાદત કરવાનું છોડી દેશું ? ના. કેમ કે ઈબાદત એટલા માટે નથી કરવાની કે જન્નત અથવા દોઝખ છે, પરંતુ એટલા માટે કરવાની છે કે આપણું સર્જન અલ્લાહ ની ઈબાદત કરવા માટે થયું છે. અને એ જ પ્રાથનાઓનો હેતુ છે. જયારે સ્વર્ગ અને નરક નહોતા ત્યારે પણ અલ્લાહ સુબ્હાન-વ-તઆલા તો હાજર હતા જ. અને જન્નત-દોઝખ એ આપણી ઇબાદતોનો કરવાનો કે ન કરવાનો ફક્ત પરિણામ સ્વરૂપ છે. (એ હેતુ નથી.)
તેથી જ જ્યાં સુધી આપણને કોઈ કાર્ય પાછળનો હેતુ ખબર ન હોય ત્યાં સુધી તે કાર્યમાં આંનદ આવતો નથી. આંનદ પણ ક્યાંથી આવે ? હેતુ ખબર નથી , તો દિલ-દિમાગ ૧૦૦% દીધું ના હોય ને પછી મજા આવે , આનંદ આવે એવું બને?
જેમ માણસને કોઈ કાર્ય શા માટે કરવું જોઈએ એ ખબર હોવી જોઈએ એ જ રીતે કોઈ પણ અનુચિત કાર્ય શા માટે ના કરવું એનો હેતુ પણ એટલો જ મહત્વનો રાખે છે!!
કાર્ય પાછળનો કારણ, એ કેટલીક એવી બાબતોમાંની એક છે જે માનવીને જાનવરથી જુદા પાડે છે. હવે તમે જ કહો તમે કોણ છો ?
આશા રાખીએ કે આપણે સહેતુ કાર્ય કરતા રહીશું!!
Tuesday, July 26, 2011
Subscribe to:
Posts (Atom)